વોર્ડ નંબર બે માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું મોરબી : મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના શ્રીગણેશ થયા છે, આજે વોર્ડ નંબર-૨ માટે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સુમનબેન જયેશભાઈ સરેસાએ ફોર્મ રજૂ કર્યું હતું આ વેળાએ 'આપ'શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.