મોરબી : મોરબીમાં આજે અચાનક બદલાયેલા હવામાનને કારણે તેજ પવન ફૂંકાતા શહેરના હંગામી મસાલા માર્કેટમાં વેપારીઓની હાલત કફોડી થઈ હતી. ભારે પવનને લીધે મંડપના ઉપરના ભાગો ઉડવા લાગતા સ્ટોલ ધારકોએ પોતાનો સામાન બચાવવા અને મંડપને ધરાશાઈ થતો અટકાવવા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. હાજર વેપારીઓ અને મહિલા સ્ટોલ ધારકોએ તાત્કાલિક મંડપના લોખંડના પાઈપ અને દોરડાઓ પકડી રાખ્યા હતા જેથી મોટું નુકસાન ન થાય.#Morbi #MorbiUpdate #WeatherUpdate #MasalaMarket #HeavyWind #GujaratNews #Monsoon #LocalNews