રોડ નેટવર્ક, ટ્રાફિક, ઝોનિંગ અને ટ્રાન્સપોર્ટ નગર સહિતના મુદ્દાઓ પર ગહન મંથન: મળેલા સૂચનોને વિકાસ યોજનામાં આવરી લેવાશેમોરબી : મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA) ની મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને MWUDA ચેરમેન સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મહત્ત્વપૂર્ણ સ્ટેકહોલ્ડર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકની શરૂઆતમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી કંપની લિમિટેડ (GTPCL) દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.વિવિધ ક્ષેત્રોના વિકાસ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાબેઠક દરમિયાન મોરબી-વાંકાનેર સત્તામંડળ વિસ્તારના સુઆયોજિત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ભવિષ્યના રોડ નેટવર્ક, ઝોનિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, જાહેર પરિવહન, પર્યાવરણ સંરક્ષણ, ટ્રાન્સપોર્ટ નગર, પ્રવાસન વિકાસ, સામાજિક માળખાકીય સુવિધાઓ તેમજ મહાનગરપાલિકામાં ભળેલા નવા ગ્રામ્ય વિસ્તારોના ટકાઉ વિકાસ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી જરૂરી સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.સમયબદ્ધ આયોજન અને સૂચનોનો સમાવેશ કરાશેબેઠકમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલા તમામ સૂચનો અને અભિપ્રાયોને પ્રવર્તમાન કાયદા, નિયમો અને આયોજનના સિદ્ધાંતો મુજબ યોગ્ય રીતે ચકાસીને મુસદ્દારૂપ વિકાસ યોજનાની આગામી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે. સાથે જ આ વિકાસ યોજનાની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓઆ અગત્યની બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબિયા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS), નાયબ કમિશનર તથા મુખ્ય નગર નિયોજક સંજયકુમાર સોની સહિતના અધિકારીઓ તેમજ શહેરના વિવિધ ઉદ્યોગ, વેપાર અને અન્ય એસોસિયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.#Morbi #Wankaner #MWUDA #MorbiNews #MorbiUpdates #DevelopmentPlan #UrbanDevelopment #MorbiCollector