ટંકારા : ફેક્ટરી/કારખાના સહિતના અન્ય ઉદ્યોગના આંગણે પહોંચી બીમારીની વિનામૂલ્યે સારવાર આપતી શ્રમ આરોગ્ય એમ્બ્યૂલન્સ મોરબીના સ્ટાફ દ્વારા ટંકારા સ્થિત બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. ખાતે એક વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.જેમાં દિવાળી પર્વ નિમિત્તે રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યા આગમનની રંગોળી બનાવીને ધાર્મિક અને સામાજિક સંદેશ આપવામાં આવ્યો હતો. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ દિવાળી છે ત્યારે માદરે વતનની મજા અને રામ લક્ષ્મણને જાનકી અયોધ્યા આગમનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી શુભ સંદેશ આપ્યો હતો. રંગોળી તૈયાર કરવામાં ડો. ટવિંન્કલ ચૈતન્ય સ્વામી, પાયલોટ રવિ કુબાવત, લેબ ટેક્નિશિયન બિંદિયા પટેલ, પેરામેડિકલ સ્ટાફના કિંજલ ઠાકોર જોડાયા હતા.