સુરત બાજુની દશ ટ્રીપો ફાળવાઈ : દાહોદ, ઝાલોદ સહિતના રૂટ પર દરરોજની બે એસટી બસો દોડવાઈ : મોરબી રાજકોટ વચ્ચે પણ જરૂર જણાય તો વધારાની ટ્રીપો દોડવામાં આવશે. મોરબી : મોરબીનો સિરામિક ઉધોગ દિવાળીના ટાંકણે જ ભયંકર મંદીમાં સપડાયો છે.આ સીરામીકની મંદી એસટીને પણ અસર કરે તેવી શક્યતા છે.જેમાં દિવાળી નિમિતે એસતીમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે.પણ આ વખતે ગત વર્ષ કરતા એસટીને દિવાળીનો ટ્રાફિક ઘટ્યો છે.જોકે દિવાળી નિમિતે સૌથી વધુ ટ્રાફિક ધરાવતા રૂટ પર એસટીની વધારાની બસો ફાળવવામાં આવી છે.જેમાં સુરત બાજુ વધારાની દસ ટ્રીપો દોડાવવામાં આવી છે.તેમજ દાહોદ બાજુ દરરોજની બે બસો દોડાવવામાં આવી છે. દિવાળીમાં દર વર્ષે અનેક લોકો બહારગામ જતા હોવાથી એસટીમાં ભારે ટ્રાફિક રહે છે.ત્યારે દિવાળીનું પર્વ શરૂ થતાની સાથે મોરબી એસટી ડેપો દ્વારા દિવાળીનો જે રૂટ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય તે રૂટ પર વધારાની એટી બસો દોડાવવામાં આવી છે.આ અંગે ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યુ હતુ કે,ખાસ કરીને દાહોદ ગોધરા બાજુ દિવાળીમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે.દાહોદ બાજુના મોટા પ્રમાણમાં મજૂરો મોરબી નજીક આવીને ખેતીકામ કરીને ગુજરાન ચલાવત્તા હોય છે.ત્યારે આ લોકો દિવાળીમાં પોતાના વતન જાય છે.આથી દિવાળીમાં દાહોદ બાજુની રૂટમાં વધુ ટ્રાફિક રહેતો હોય વધારાની બસો એસટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે.દાહોદ ઝાલોદ, ગોધરા, છોટા ઉદેપુર, સહિતના રૂટ પર દરરોજની બે બસો દોડાવવા આવી છે.તા.21થી તા.26 સુધી આ રૂટ પર બે બસો એક્સ્ટ્રા દોડશે.સુરત બાજુ પણ તા.23થી તા.26 સુધી અલગથી 10 ટ્રીપ દોડશે.જ્યારે મોરબી રાજકોટ વચ્ચે દરરોજ હાલ આશરે 100 જેટલી ટીપો થાય છે.ત્યારે દિવાળીમાં જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવવામાં આવશે.હાલ રેગ્યુલર કરતા 10 ટકા વધુ ટ્રાફિક દેખાઈ રહ્યો છે.જોકે દર વખતે કરતા આ વર્ષે દિવાળીનો ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે.તેનું કારણ એ છે આ વખતે સીરામીક ઉધોગમાં ભયકર મંદી આવી છે.આ મદી એસટીને પણ આડકતરી રીતે અસર કરે તેવી શક્યતા છે.