એસટી નિગમે રૂપિયા 15 લાખનું મશીન ફાળવતા તમામ બસોની સઘન સફાઈમોરબી : મોરબી વિભાગીય એસટી ડેપોની બસોને સ્વચ્છ સુઘડ રાખવા માટે એસટી નિગમે રૂપિયા 15 લાખનું ઓટોમેટિક બસ વોશિંગ મશીન ફાળવાતા હાલમાં મોરબી એસટી ડેપો ખાતે મશીન ફિટ કરી દેવામાં આવ્યું છે અને તમામ 54 બસની સફાઈ કરવામાં આવી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના એસટી નિગમ દ્વારા મોરબી એસટી ડેપોને અંદાજે રૂપિયા 15 લાખની કિંમતનું ઓટોમેટિક બસ વોશીંગ મશીન ફાળવવામાં આવ્યું છે, હાલમાં નવા બસસ્ટેન્ડ ખાતે બસ વોશિંગ મશીનને ફિટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે મોરબી ડેપોમાં રહેલું બસ વોશિંગ મશીન સળગી ગયું હતું જે બાદ અત્યાર સુધી બસની સફાઈ મેન્યુઅલ થતી હતી પરંતુ હવે નવું મશીન આવી જતા ડેપોની તમામ 54 બસ ઝગમગાટ મારતી થશે.