હાલ તાલુકા મથકોએ દોડતી એસટી બસોમાં મુસાફરોની અલ્પ સંખ્યા : અન્ય જિલ્લા સુધીની બસ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લ્યે તેવી શકયતા મોરબી : લોકડાઉન-4 રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મોરબી જિલ્લામાં એસટી સેવા શરૂ કરવામાં આવી છે જોકે હાલના તબબકે માત્ર મોરબી જિલ્લાની અંદર જ એસટી બસ દોડી રહી છે અને ગઈકાલ બુધવારથી મોરબી જિલ્લાના માત્ર તાલુકા મથકોમાં જ એસટી બસો શરૂ કરવામાં આવી છે.પણ આ બે દિવસમાં મુસાફરોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળે છે.જોકે આવતીકાલ શુક્રવારથી આંતરજિલ્લા એસટી પરિહવન શરૂ કરવામાં આવનાર છે. મોરબીથી આવતીકાલથી રાજકોટ ,સુરેન્દ્રનગર, જામનગરમાં સીધી એસટી બસો દોડવા લાગશે.જેમાં મોરબીથી સુરેન્દ્રનગર ,મોરબી-જમનગર અને મોરબીથી રાજકોટ એસટી બસો શરૂ થશે.મોરબીથી સુરેન્દ્રનગર એક અને મોરબી-જામનગર સવારે અને બપોરે રૂટ શરૂ થશે.જ્યારે મોરબી રાજકોટ વચ્ચે 9 ઇન્ટરસિટી બસો ફળવામાં આવી છે.જેમાં એક મોરબી ડેપોની અને 8 વાંકાનેર ડેપોની બસો છે.ખાસ કરીને મોરબી રાજકોટ વચ્ચે દૈનિક અપડાઉન કરવનાર મોટો વર્ગ હોય અને મોટાભાગના લોકો રાજકોટની બસો ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય હવે 9 બસો દરરોજ દોડવાની હોવાથી મુસાફરોને ધણી રાહત થશે. જ્યારે બુધવારથી મોરબીથી હળવદ,માળીયા, વાંકાનેર, ટંકારા એમ તાલુકા મથકોએ એસટી બસો ચાલુ કરવામાં આવી હતી. હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ ચાલુ કરાઈ નથી.તાલુકા મથકોએ એસટી બસ દોડે છે .એમા સૌથી વધુ હળવદની રૂટમાં થોડા વધુ મુસાફરો હોય છે.બાકીના બસોમાં માત્ર બે થી પાંચ જ મુસાફરો હોય છે.ગઈકાલે તાલુકા મથકોએ 10 એસટી બસમાં અવજવરની 46 ટ્રીપો થઈ હતી અને 77 મુસાફરોએ લાભ લીધો હતો.આજે પણ 60 ટ્રીપ ગોઠવવામાં આવી છે. અને 60 ટ્રીપમાં 188 મુસાફરોએ લાભ લીધો છે. આ ઉપરાંત રાજકોટ-ભુજની બસમાં મોરબીના મુસાફરોએ લાભ લીધો હતો. મોરબીથી રાજકોટ દર અડધી કલાકે બસ ઉપડશે મોરબીથી રાજકોટની ઇન્ટરસિટી બસો દર અડધી કલાકે ઉપડશે.જેમાં વાંકાનેરની 8 બસો છે એ વાંકાનેરથી મોરબી આવીને રાજકોટ જશે. બસોનું વિગતવાર ટાઇમટેબલ નીચે મુજબ છે. મોરબી- સુરેન્દ્રનગર / 08:00 સુરેન્દ્રનગર - મોરબી / 11:00 મોરબી- માળિયા /8:00 /10:20/11:30 માળિયા-મોરબી / 9:15/11:35/13:00 મોરબી-રાજકોટ /10:25 રાજકોટ- મોરબી / 12:15 મોરબી- જામનગર / 08:00/ 12:00 જામનગર- મોરબી / 11:00/ 15:00 મોરબી- વાંકાનેર / 08:00 વાંકાનેર- મોરબી / 9:15 મોરબી- હળવદ / 12:45 /15:10 હળવદ- મોરબી / 14:10/ 16:30