મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના ખીરઇ નજીક ગઈકાલે સાંજના સમયે એસટી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી આગળ જતા ડમ્પર ટ્રકના ઠાઠામાં બસને ભટકાળી દેતા બસમાં બેઠેલા છ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - કચ્છ હાઇવે પર ખીરઇ ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ પર ગઈકાલે સાંજના સમયે જીજે - 18 - ઝેડટી - 1538 નંબરની એસટી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી આગળ જતા ટ્રક ડમ્પરના ઠાઠામાં બસ ભટકાળી દેતા બસમાં મુસાફરી કરી રહેલા રાહુલભાઈ ભવાનભાઈ ઠાકોર રહે.મોરબી, રવિન્દ્રસિંહ કાંન્તાસિંહ પરમાર રહે.કોહરા ગામ, રામજીભાઈ મેઘજીભાઈ વણકર રહે.કુકમા ગામ, મુમતાજબેન સાલેમામદભાઈ કાતીયાર રહે.અંજાર તથા સુલતાન સાલેમામદભાઈ કાતીયાર રહે.અંજાર વાળાઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી.અકસ્માતના બનાવ અંગે ડમ્પર ચાલક મુકેશભાઈ કાળુભાઇ ભુરિયા રહે.રાજકોટ વાળાની ફરિયાદના આધારે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.