મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા પોલીસ ચેકપોસ્ટ પાસે ગત તા.9ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં જીજે -12 - સીટી - 9253 નંબરના ટ્રક ચાલકે જીજે - 18 - ઝેડટી - 0280 નંબરની બસને પાછળથી ટક્કર મારતા બસમાં નુકશાન પહોંચ્યું હતું.અકસ્માતના બનાવ અંગે એસટી બસના ચાલક સંતોષભાઈ વિક્રમભાઈ પરમાર રહે.ચિતલ, તા.જી.અમરેલી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.