મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર બેદી નજીક એસટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં રાજકોટ - મોરબી રૂટની ઇન્ટરસીટી બસ ખાનગી સ્કૂલ બસના પાછળના ભાગે ટકરાતા બન્ને વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું અને અકસ્માતને પગલે ખાનગી સ્કૂલ બસના ચાલકો એકત્રિત થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.