મોરબી: મોરબીમાં આગામી તારીખ 19 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સિદ્ધ સમાધિ યોગ (SSY) યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ધુનડા રોડ પર આવેલ ઇડન હિલ ખાતે 19 ફેબ્રુઆરી ને રવિવારે સાંજે 7 કલાકે આ SSY યોગ શિબિર યોજાશે. જેમાં પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન અને આંતરિક સમજણ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં સદાય આનંદમાં રહેવાની કળા, પંચકોષ શુદ્ધિકરણ, પોઝિટિવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની લેટેસ્ટ મોડર્ન ટ્રેનિંગ જે આંતરરાષ્ટ્રીય સ્તરે SSY શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરમાં હઠીલા રોગમાં રાહત અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત આપવામાં આવશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે નવનીતભાઈ કુંડારીયા (મો. નં. 982524898) અથવા ધ્રુવભાઈ દેત્રોજા (મો. નં. 9913111202 નો સંપર્ક કરવા જણાવ્યું છે.