એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાશે મોરબી : એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાશે.જેમાં કૃષ્ણ ભક્તિની સાથે દેશભક્તિનો સમન્વય કરીને તિરંગાની થીમ પર મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હોવાથી ઠેરઠેર મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 12 વર્ષથી મોરબીના બજાર વિસ્તારમાં વિવિધ થીમ ઉપર મટકીફોડનું આયોજન કરતા એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા આવતીકાલે જન્માષ્ટમીની અનોખી ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ હોવાથી કૃષ્ણ ભક્તિની સાથે દેશભક્તિ વ્યક્ત કરવા માટે એસ.એસ.ગ્રુપ બજાર લાઈન મોરબી દ્વારા તિરંગાની થીમ ઉપર મટકીફોડનું આયોજન કરાયું છે.