મોરબી : મોરબીના ઘુંટુ ખાતે કૈલા પરિવાર દ્વારા આગામી તારીખ 17/11/2022 થી 23/11/2022 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગં.સ્વ. સવિતાબેન સવજીભાઈ કૈલા તથા કૈલા પરિવાર દ્વારા કૈલા પરિવાર બહુચરાજી મંદિર પાસે મૂળ ઘુટુ મોરબી ખાતે તા.17/11/2022 થી કથાનો શુભારંભ થશે. વ્યાસપીઠ પર પૂજ્ય રણછોડભાઈ આચાર્ય બિરાજમાન થશે. કથા કથાનો સમય સવારે 8:30 થી 12:30 સુધીનો રહેશે. પોથી યાત્રા તારીખ 17/11 ને ગુરુવારે સવારે 8:00 કલાકે રામજી મંદિર, જનકપુર ખાતેથી નીકળશે. આ ઉપરાંત દરરોજ કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત સપ્તાહના પવન પ્રસંગોમાં તારીખ 18ના રોજ શુકદેવજી પ્રાગટ્ય, તારીખ 19 ના રોજ કપિલ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, તારીખ 20ના રોજ વામન ચરિત્ર, રામ પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, તારીખ 21ના રોજ વધાય ગીત, બાલ ચરિત્ર, ગોવર્ધન પૂજા, તારીખ 22ના રોજ રુક્ષ્મણી વિવાહ, તારીખ 23ના રોજ સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ તેમજ સવારે શુભ ચોઘડિયે શાંતિયજ્ઞ યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહના રાત્રિ કાર્યક્રમમાં તારીખ 18ના રોજ હિતેશભાઈ અંટાળા હાસ્યરસ પીરસશે. તારીખ 20ના રોજ ભવ્ય સંતવાણી (ગોપાલ સાધુ, દલસુખ પ્રજાપતિ) તેમજ તારીખ 22ના રોજ રાસ ગરબાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે.