70 હજારથી વધુ લોકોએ કથાનો અને પ્રસાદનો લાભ લીધો : શિવમ હોસ્પિટલ મોરબી દ્વારા સાત દિવસ ફ્રી નિદાન કેમ્પ અને દવા અપાઈહળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે જીગ્નેશ દાદા (રાધે રાધે )ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભાગવત સપ્તાહમાં 70, હજારથી વધુ લોકોએ કથા શ્રવણનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.સાથે જ દરરોજ રાત્રિના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભાગવત કથા રંગેચંગે સંપન્ન થતાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા સાથ સહકાર આપનાર સૌનો કોઈનો ખરા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.મયુરનગર ગામે 9 મેથી પ્રારંભ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહની આજે સાતમા દિવસે પૂર્ણાહુતિ થઇ.સાત દિવસ સુધી ચાલેલ ભાગવત સપ્તાહમાં બ્લડ ડોનેશન કેમ્પ,શિવમ હોસ્પિટલ દ્વારા સાત દિવસ સુધી ફ્રી નિદાન કેમ્પ અને દવા પણ ફ્રી આપવામાં આવી હતી.સાથે કથા દરમિયાન દરરોજ ગાયોને ઘાસચારો,કુતરાઓને લાડવા અને ચકલાને ચણ તેમજ કથા શ્રવણ કરવા આવતા હજારો ભાવિકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.આ ભગીરથ કાર્યમાં મયુરનગર, ટીકર, જૂના ઘાટીલા, નવા રાયસંગપર, રાયસંગપર, અજીતગઢ ગામના સ્વયંસેવકોએ નિશુલ્ક સેવાઓ આપી હતી.સાત દિવસના કાર્યક્રમમાં સાથ સહકાર આપવા બદલ કથાના આયોજક ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.