મોરબી : શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી સમસ્ત રામાનંદીય સાધુ સમાજના પિતૃઓના મોક્ષાર્થે તેમજ મોરબીમાં કન્યા કેળવણી સંકુલ બનાવવા માટે અને કન્યા કેળવણી પ્રોત્સાહન માટે શ્રીમદ મોરબીના રવાપર ગામે તા.18મીથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રવાપર ગામે આગામી તારીખ 18ને શનિવાર લાભ પાંચમથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે અને તારીખ 24ને શુક્રવાર પૂર્ણ થશે. દરરોજ બપોરે 3 વાગ્યાથી 6-30 વાગ્યા સુધી રવાપર ગામના દરવાજા પાસે બાલકેશ્વર મહાદેવ મંદિરની સામે વક્તા જમનબાપુ નિમ્બાર્ક વ્યાસસને બીરાજી કથાનું રસપાન કરાવશે. પોથીયાત્રા બપોરે 2:00 વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી યોજવામાં આવશે. તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન. આર. રામાવત, દમયંતીબેન. જે. નિરંજની, સરોજબેન. એસ. રામાવત, ભારતીબેન.આર. રામાવત, સુશીલાબેન. આર. કુબાવત, જસુબેન. એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન.સી. રામાવત, મનિષાબેન. એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન. ડી. નિમાવત, ગીતાબેન. એમ. રામાવત, ભૂમિબેન. બી.રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે.