મોરબી : મોરબીના ધુનડા (સ.) ગામે આગામી તા.11 ડિસેમ્બરથી 112 ગાયોની સમાધિ નિમિત્તે તથા ગાયો અને પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ધુનડા (સ.) ગામના શક્તિધામ ખાતે શક્તિ માતાજી ગરબી મંડળ તથા ધુનડા (સ.) ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 11 ડિસેમ્બર ને રવિવારથી તારીખ 17 ડિસેમ્બર ને શનિવાર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી જનકભાઈ મહેતા (ડોડીયાળા વાળા) રાજકોટ બિરાજશે અને દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.