આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મંદબુદ્ધિ બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે આયોજન મોરબી : મોરબીના નાની વાવડી ખાતે આવેલ નકળંકધામ રામાપીર મંદિર ખાતે તા.9થી 15મેં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવવાના છે. આ આયોજન આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મંદબુદ્ધિ બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે કરવામાં આવ્યું છે. જેમાં તા.9ને સવારે 8:30 કલાકે પોથીયાત્રા બાદમાં કથા પ્રારંભ થશે. દરરોજ સવારે 8:30થી 12:30 સુધી કથા ચાલશે. દરરોજ કથા વિરામ બાદ ભોજન પ્રસાદ યોજાશે.