મોરબીઃ મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી તારીખ 9 જૂનથી 15 જૂન સુધી જેતપર સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપર (મચ્છુ) ગામે શ્રી હરિધામ ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત કથા પારાયણ પ્રસંગે તારીખ 9 જૂન ને શુક્રવારના રોજ બપોરે 4 કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. તારીખ 9 જૂન થી 15 જૂન સુધી દરરોજ રાત્રે 8-30 થી 11-30 સુધી વક્તા શાસ્ત્રી મયુરભાઈ ઠાકર વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. તો આ કથા શ્રવણનો લાભ લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.