પંડિત આયુષ કૃષ્ણ નયનજી મહારાજ (હરિદ્વાર) કથાનું રસપાન કરાવશે મોરબી: આગામી તારીખ 10 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી મોરબીના આંગણે શ્રીમદ ભાગવત કથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં હરિદ્વારના જાણીતા કથાકાર પંડિત આયુષ કૃષ્ણ નયનજી મહારાજ શ્રોતાઓને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સિટી ગ્રાઉન્ડમાં સત્સંગ સમાજ ગ્રુપ મોરબી દ્વારા 10 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 8:30 થી 11:30 સુધી કથાનું આયોજન કરાયું છે. હરિદ્વારના જાણીતા પંડિત આયુષ કૃષ્ણ નયનજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. પંડિત આયુષ કૃષ્ણ નયનજી મહારાજની આ 207મી કથા હશે. તેમણે 16 વર્ષમાં જ 206 કથાઓ પૂર્ણ કરી છે અને મોરબી ગુજરાતમાં પ્રથમ વખત તેઓ પધારી રહ્યા છે. ત્યારે સર્વે ધર્મ પ્રેમી જનતાને આ કથાનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.