23મીએ હનુમાન જયંતી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાશેમોરબી : મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત કથાનું તા.16થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બપોરે 2 થી 5 સુધી કથા ચાલશે.તા.16એ પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. ત્યારબાદ તા.17ના રોજ કપિલ જન્મ, તા.18ના રોજ વામન જન્મ, તા.19ના રોજ રામ જન્મ અને કૃષ્ણ જન્મ, તા.20ના રોજ ગોવર્ધન લીલા, તા.21ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.22ના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગો યોજાશે. કથાના વકતા તરીકે ભગવતીબેન રહેશે. કથાના દાતા તરીકે અશિવનહહ હરિભાઈ જાદવ છે. કથા બાદ તા.23એ હનુમાન જયંતી ઉત્સવ યોજાશે. જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે મારૂતિ યજ્ઞ કરાશે. યજ્ઞમાં આચાર્ય પદે હાર્દિકભાઈ પંડ્યા રહેશે.