મોરબી: શ્રી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે 16મી ઓગસ્ટ, 2025 ના રોજ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ શ્રી યદુનંદન ગેટ, શાકમાર્કેટ પાસે રાત્રે 9:00 થી 12:00 વાગ્યા દરમિયાન યોજાશે.આ ઉત્સાહપૂર્ણ આયોજનનો મુખ્ય આકર્ષણ રાત્રે 9 થી 12 વાગ્યા દરમિયાન યોજાનાર મટકીફોડ કાર્યક્રમ રહેશે. શ્રી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા મોરબીની જાહેર જનતાને આ ભવ્ય મહોત્સવમાં પધારી, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા અને મટકીફોડના અનોખા ઉત્સાહનો અનુભવ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.