હળવદ : માસ્ટર ઇન લેબર લો માં અભ્યાસ કરતી હળવદની જીની પંચોલીએ શ્રમ કાનૂન અંગે લખેલા શ્રેષ્ઠ થિશિષને કારણે બબ્બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને અમદાવાદ ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેડલ મેળવી અદકેરું સન્માન મેળવી હળવદનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રહેવાસી સુનીલભાઈ બાબુભાઈ પંચોલીની દિકરી જીની માસ્ટર ઇન લેબર લો નો અભ્યાસ કરવાની સાથે કોકાકોલા કંપનીમાં જોબ કરી રહી છે. જીની પંચોલીએ અભ્યાસ દરમિયાન શ્રમ કાનૂન વિષયને લઈ થિશિષ લખતા આ થિશિષ શ્રેષ્ઠ તરીકે પસંદગી પામતા અમદાવાદ ખાતેના સમારંભમાં મહામહિમ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદના હસ્તે જીની પંચોલી ને બે ગોલ્ડ મેડલ મળેલ છે. આમ હળવદની જીની પંચોલીએ અનેરી સિદ્ધિ થકી હળવદ તેમજ ઝાલાવાડ નુ ગૌરવ વધાર્યુ છે.