રૂ.8.78 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પોર્ટ કોમ્પ્લેક્ષનો વર્ક ઓર્ડર આપી દેવાયો : સંકુલમાં હશે અનેક રમતો માટેની સવલતોહળવદ : હળવદના રમતવીરોને અદ્યતન સુવિધાઓ મળવાની છે. કારણકે એક વર્ષમાં તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનીને તૈયાર થઈ જવાનું છે. હાલ તેનું કામ પ્રગતિમાં છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં અનેક રમતો માટેની આધુનિક સવલતો હશે.હળવદ માર્કેટીંગ યાર્ડ સામે રૂ. 8.78 કરોડના ખર્ચે અદ્યતન તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આકાર લેવાનું છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના સતત ફોલોઅપને કારણે આ કામ માટે વહીવટી ખર્ચની રકમ મંજુર થઈ ગયા બાદ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ સ્પોર્ટ સંકુલનું નિર્માણ મહેસાણાની ચિત્રા કન્સ્ટ્રકશન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં માળખાકીય સુવિધાઓમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રિકલ રૂમ ઉપરાંત ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેંજ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ, જિમ્નેશિયમ, બૅડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેક્વાન્ડો અને જુડો, બાહ્ય મેદાનો, ૨૦૦ મી. મડી એથ્લેટીક ટ્રેક અને પ્રેકિટસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ અને કબડ્ડી કોર્ટ હશે.