બાળકોએ વન મિનિટ ગેમ સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં બાળકો માટે રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક વન મિનિટ્સ ગેમ સહિતની અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ રમતોત્સવને સફળ બનાવ્યો હતો. મોરબીની નિર્મલ વિદ્યાલયમા શિયાળુ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ધો. ૧ થી ૭ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે વન મિનિટ ગેમ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, ફુગા ફોડ, દેડકા દોડ, સોયદોરો પરોવવો વગેરે જેવી રમતો યોજાઈ હતી. આ તમામ રમતોમા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના પીટી શિક્ષકો તેમજ અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en