સ્પોર્ટ્સ ડે અંતર્ગત પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજનમોરબી : પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળા ખાતે તા. 20-12-2025 ને શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ બાળકોના વાલીઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ તેમજ બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું. તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો. બાળકો અને વાલીશ્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.