1000થી પણ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે મશાલ રેલી મોરબી: સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં તારીખ 23 અને 24 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉમા સ્પોર્ટ્સ કાર્નિવલ 2019ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્નિવલમાં 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ અને મશાલ રેલી ઉમા ટાઉનશિપમાં કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ કબડ્ડી, વોલિબોલ, રસ્સા ખેંચ, એથ્લેટીક્સ જેવી 20થી પણ વધુ અલગ અલગ રમતોમાં ભાગ લઇ રમતોનો ખેલદિલીપૂર્વક આનંદ ઉઠાવ્યો હતો. આ કાર્નિવલને સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તથા પ્રિન્સિપાલ હિતેષભાઇ સોરિયાએ લીલી ઝંડી આપી ખુલ્લો મુક્યો હતો. આ તકે મોરબી શિક્ષણ શાખામાંથી DEO સોલંકી અને ધર્મિષ્ઠાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્નિવલના ચાર ગ્રુપના નામ આપણા ચાર વેદોના નામ પરથી આપવામાં આવ્યા હતા. જેમાં અથર્વવેદ ગ્રુપ વિજેતા બન્યું હતું. કાર્નિવલના અંતમાં તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી અને તરુણભાઇ પટેલ, રશ્મિબેન તથા શીતલબેને ખુબ પ્રામાણિક અને નિષ્પક્ષ રીતે રેફરીનું કાર્ય કર્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en