મોરબી:સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા સ્પિપા સેન્ટરની લાયબ્રેરી હાલ યુ.એન. મહેતા કોલેજ માં આવેલી છે ત્યારે આ લાયબ્રેરીમાં શનિવારે પુસ્તકો મળતા ન હોવાની રાવ સાથે એબીવીપી દ્વારા આ લાયબ્રેરી એલ.ઇ. કોલેજ માં ખસેડવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર સુખદેવ દેલવાડીયા સહિતના કાર્યકરોએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે સ્પિપા ની લાયબ્રેરી હાલમાં યુ.એન.આર્ટ્સ કોલેજમાં કાર્યરત છે પરંતુ આ કોલેજ માં શનિ રવીના દિવસોમાં પુસ્તકો આપવામાં આવતા નથી અને કોલેજ ના પ્રિન્સિપાલ જો અનુકૂળતા હશે તો પુસ્તક આપશું તેવા જવાબ આપતા હોવાનું જણાવ્યું હતું. વધૂમાં એબીવીપીના કાર્યકરે કોલેજ ના પ્રિન્સિપાલ પોતે કોંગ્રેસના ઉપપ્રમુખ હોવાનું જણાવી માનમાની કરતા હોવાના આક્ષેપ કર્યો હતા. ઉપરાંત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ માં આપવામાં આવેલ લાઈબ્રેરી એલ.ઇ.કોલેજ માં ખસેડવા મંગ કરવામાં આવી હતી.