18 સ્પર્ધકોએ મોકળા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા મોરબી : મોરબીમાં યુવાનોમાં જ્ઞાનની અભિવૃદ્ધિ કરવા માટે આગામી તા.10 થી 12 જાન્યુઆરી એમ ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે યુવા જ્ઞાનોત્સવના મંચથી યુવાનો ભવિષ્યમાં ઉમદા વક્તા બની શકે તે માટે ત્રણ તબબકમાં વિવિધ વયજુથ માટે વકૃતવ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં આજે મોરની યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત કોલેજકક્ષાના વિદ્યાર્થીઓ માટેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. મોરની યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત ભવિષ્યમાં સારા વક્તાઓ તૈયાર થાય અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય,સાંપ્રત વિષયો પર લોકોને જાગૃત કરે એવા હેતુસર 15 વર્ષથી નીચે,15 વર્ષથી ઉપર અને ઓપન વ્યજુથ એમ ત્રણ વ્યજુથ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતી જે પૈકી સાર્થક વિદ્યાલય ખાતે 15 વર્ષથી ઉપરના શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં1, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે ઇતિહાસનો અભ્યાસ 2,આજનો યુવાન નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ,3,ફેશન પ્રગતિ કે અધોગતિ 4,આધુનિકતા વ્યસને આંતરિક જગતને લૂણો લગાડ્યો છે, વગેરે વિષયો પર 18 અઢાર સ્પર્ધકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ વકૃતવ સ્પર્ધામાં પ્રથમ નંબર માધવીબેન ટી.ખાંભલા ડી.જે.પી વિદ્યાલય, બીજો નંબર પૂજાબેન એન.ભેંસદડીયા ઓરપેટ વિદ્યાલય, ત્રીજો નંબર મયુર એચ.વાઘેલા સાર્થક વિદ્યાલયે પ્રાપ્ત કરેલ છે,નિર્ણાયક તરીકે યોગેન્દ્ર જી.આડેસરા, પી.વી.રાઠોડ, તેમજ સંજયભાઈ આર.બાપોદરિયા કવિ સંગી એ ફરજ બજાવી હતી,સ્પર્ધાને સફળ બનાવવા સાર્થક વિદ્યાલયના ટ્રસ્ટી કિશોરભાઈ શુક્લ તેમજ તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.