મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના હુશેની ચોક પાસેથી એક શખ્સ મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેઓને મોરબીના હુશેની ચોક પાસે એક શખ્સ મોબાઈલ દ્વારા મેચ પર ક્રિકેટ સટ્ટો રમે છે, તેવી ખાનગી રાહે બાતમી બાતમી મળેલ હતી. બાદમાં પોલીસે ઉપરોક્ત સ્થળે પહોંચી આરોપી મોહસીન અલીમામદભાઈ ફુલાણી (રહે. મોરબી, કાલિકા પ્લોટ, હુશેની ચોક)ને મોબાઈલમાં ઇંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી વનડે ક્રિકેટ મેચના રનફેર પર રઘુ પટેલ (રહે. મોરબી, વાવડી રોડ) સાથે વાતચિત કરી પૈસાની હારજીતનો સટ્ટો (જુગાર) રમતા પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને રોકડ રકમ રૂ. 14,600/-તથા સેમસંગ કંપનીનો ફોન કી.રૂ. 20,000/- સહીત કુલ 34,600/-ના મુદ્દામાલ સાથે કબ્જે કરી ધોરણસરની અટકાયત કરી છે.