મોરબી : કારતક અમાસની તારીખે 2022નું છેલ્લું સૂર્યગ્રહણ આજે મંગળવાર, 25 ઓક્ટોબરના રોજ થયું હતું. આજે સૂર્યગ્રહણને કારણે ગોવર્ધન પૂજા કે અન્નકૂટ તેમજ સૂર્યગ્રહણના કારણે ધાર્મિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ હોવાથી સૂર્યગ્રહણથી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે મોરબીના મોટાભાગના મંદિરોમાં ઘુન-ભજન અને કીર્તન તેંમજ ભગવાનની જાપમાળા કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં આજે ખંડગ્રાસના રૂપમાં આજે અવકાશમાં સાંજે 4.32 વાગ્યાથી સાંજે 6.32 સુધી સૂર્યગ્રહણનો અદભુત નઝારો સર્જાયો હતો. સૂર્યગ્રહણને ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ તુલા રાશિમાં થવા જઈ રહ્યું છે અને સૂર્યની સાથે શુક્ર, કેતુ, ચંદ્ર પણ તુલા રાશિમાં રહેશે. આ સાથે બુધ, શનિ, શુક્ર અને ગુરુ ગ્રહો પણ પોતપોતાની રાશિમાં હાજર રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ પછી કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ. સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે માનસિક જાપ, ગ્રહણની મધ્યમાં હોમ, ભગવાનની પૂજા અને મંત્ર જાપ, ગ્રહણના મોક્ષકાળની નજીક દાન અને ગ્રહણના અંતે સ્નાન કરવાની માન્યતા મુજબ આજે મોરબીના સ્વામિનારાયણ મંદિર, નરસંગ ટેકરી મંદિર સહિતના મોટાભાગના મંદિરોમાં લોકો દ્વારા ઘુન-ભજન અને જાપમળા કરવામાં આવી હતી. અવકાશમાં સૂર્યની આડે રાહુ નામનો ગ્રહ આડે આવતા ગ્રહણ સર્જાયું હોય સુર્યગ્રહણથી ઓછું નુકશાન થાય તે માટે મંદિરોમાં સૂર્ય ભગવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.