26 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આપશે હાજરીટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ એવા ટંકારાના આંગણે ટંકારા ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.ઋષિ બોધોત્સવ પ્રસંગે તારીખ 20 થી 25 ફેબ્રુઆરી સુધી સવારે 8 થી 10 અને સાંજે 5 થી વાગ્યા સુધી ઋગ્વેદ પારાયણ યજ્ઞ થશે. તારીખ 24 થી 26 ફેબ્રુઆરી સુધી સવારે 5 વાગ્યાથી યોગ અને સ્વાસ્થ્ય સત્ર યોજાશે. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી યુવા સંમેલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે. રાત્રે 8-30 થી 10 વાગ્યા સુધી વિશેષ ઉદબોધન યોજાશે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. બપોરે 1-30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે