ગાયત્રી મંદિર ખાતે હોદેદારો અને સંતો-મહંતોને શાલ ઓઢાડી સન્માન કરાયું વાંકાનેર : દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમ નિમિત્તે વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવી હતી. ગત તારીખ 13 ડિસેમ્બર, 2021ના રોજ દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ નિમિત્તે વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે મહાદેવની પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જ્યાં ભગવાન શિવજીના મંદિરમાં શિવલિંગને જલ અભિષેક તથા પુષ્પ અર્પણ કરીને બિલીપત્ર ચઢાવીને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા મોરબી જિલ્લા ભાજપ મંત્રી અને વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટક દ્વારા સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ પૂજા કરવામાં આવી હતી. તેમજ દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મંદિર પરિસરમાં પ્રાર્થના હોલ ખાતે કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં પધારેલા પ્રસિદ્ધ જગ્યાઓના સાધુ-સંતો-મહંતોને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટકનું વાંકાનેર તાલુકા તથા શહેરના ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, મહામંત્રી કિશોરસિંહ ઝાલા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, ઉપપ્રમુખ અશરફભાઈ બાદી તથા તેમની ટીમ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઇ ધરજીયા, મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ, મંત્રી ભગીરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ પંચાયત સદસ્ય વાઘજીભાઈ ડાંગરોચા તથા પ્રદેશ કારોબારી સભ્ય કાળુભાઈ કાકરેચા, મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ મનુભાઈ સારેસા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પંચાયત સભ્ય જીજ્ઞાસાબેન મેર તથા તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા કિસાન મોરચાના પ્રમુખ શામજીભાઈ કેરવાડીયા, મહામંત્રી દ્રુવરાજસિંહ ઝાલા સાથે તેમની ટીમ તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજીભાઈ મેર, મહામંત્રી મશરૂભાઈ સરવૈયા સાથે તેમની ટીમ, વાંકાનેર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નવીનભાઈ વોરા, મહામંત્રી મોહનભાઇ બેડવા અને તેમની ટીમ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઇ મદ્રેસાણીયા, મહામંત્રી મુકેશભાઈ મેર સાથે તેમની ટીમ, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઈ ઠકરાણી તેમજ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવી, મહામંત્રી કે. ડી. ઝાલા, ઉપપ્રમુખ અમીતભાઈ શાહ, ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ રાતડીયા, નયનાબેન પરમાર, મંત્રી રમીલાબેન બારોટ, કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડીયા, પ્રવક્તા શૈલેષભાઈ ગોસ્વામી, આઈ.ટી. સેલ ઇન્ચાર્જ અશ્વિન અગ્રાવત, વાંકાનેર ભાજપ યુવા ટીમ વાંકાનેર શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ ભાનુભાઈ બેડવા, મહામંત્રી અરુણભાઈ મહાલીયા, મંત્રી દિનેશભાઈ વોરા, મંત્રી ગૌતમભાઈ ચાવડા, સભ્ય વિક્રમભાઈ ચાવડા તેમજ તેમની ટીમ, જિલ્લા કારોબારી સભ્યો પાર્થભાઈ રાવલ, કિરણબેન વ્યાસ અને તેમના સભ્યો તથા ક્ષત્રિય સમાજ પ્રમુખ વજુ બાપુ તથા મહેન્દ્રસિંહ ઝાલા તથા રેલ્વે સલાહકાર સમિતિ સભ્ય સુરેશભાઇ પ્રજાપતિ, જીલ્લા પોલીસ સલાહકાર સમિતિ સદસ્ય અમરશીભાઈ મઢવી તેમજ વાંકાનેર તાલુકા ભાજપ શહેર ભાજપના સભ્યો તેમજ ગાયત્રી મંદિર મહંત, નાગાબાવા જગ્યાના મહંત, જાગનાથ મહાદેવ મંદિરના મહંત તેમજ ભાજપ પરિવારના દરેક સભ્યો, અગ્રણીઓ, હોદ્દેદારો અને સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.