મોરબી : આગામી તારીખ 8 માર્ચના રોજ ઠેર ઠેર વિશ્વ મહિલા દિવસની ઉજવણી થનાર છે ત્યારે વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 7 માર્ચના રોજ મોરબી જિલ્લા મઝદુર સંઘ દ્વારા વિશેષ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.7 માર્ચ ને ગુરુવારના રોજ સાંજે 4-30 થી 6-30 સુધી મોરબીના વી.સી. રેલવે ફાટક પાસે બંદર કચેરી સંકુલ પાસે આવેલ તાલીમ હોલ ખાતે મોરબી જિલ્લા મઝદુર સંઘ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં મોરબી શહેરના વિવિધ ક્ષેત્રમાં સામાજિક કાર્યોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી સેવા પ્રદાર કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા મઝદુર સંઘ મોરબીના જિલ્લા પ્રમુખ ડી.એન. ઝાલા અને જિલ્લા મંત્રી મહાદેવભાઈ ડી. ઉટવાડીયા દ્વારા જણાવાયું છે.