મોરબી : ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે મોરબી ખાતે શહીદ વીર દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી મહામંત્રી હંસાબેન રંગપરીયા મહામંત્રી મંજુલાબેન ચૌહાણ,નૂતનબેન વિડજા,મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર તથા મોરબી જિલ્લા યુવક ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, રમેશભાઈ ભીમાણી, મહાદેવભાઇ રંગપરીયા તથા તેના કુટુંબીજનો હાજર રહેલ હતા. શહીદ વીર દામજીભાઈના ધર્મપત્ની બાળકોના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા હોવાથી તેમના મોટાભાઈ કેશવજીભાઇ અમરશીભાઈના ઘરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ. શહીદ વીર દામજીભાઈને પુષ્પની માળા દ્વારા શ્રદ્ધાંજલિ આપેલ તેમના મોટા ભાઈને શાલ ઓઢાડી સન્માન કરેલ દામજીભાઈ બંગાળની ખાડીમાં દેશના રક્ષણ માટે પેટ્રોલિંગ દરમિયાન વાવાઝોડું આવતા પોતાની બોટ ઉંધી વળી ગયેલ અને આપણા દેશ માટે શહીદ થઈ ગયા. તેમનું વતન માળીયા તાલુકાનું રાસંગપર ગામ છે. દામજીભાઈ બીએસએફમાં પોતાની ફરજ બજાવતા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..