22 ફેબ્રુઆરીથી આ ટ્રેન માટે ટિકિટોનું બુકિંગ શરૂ રાજકોટ : જૂનાગઢમાં યોજાઈ રહેલા “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 9:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23/2/2025 થી 27/2/2025 સુધી દરરોજ ચાલશે.ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5.40 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે. ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો એ વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જેથી કોઈ સમસ્યા ન થાય.