મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર 'સ્પેશિયલ ટ્રેન' ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થનારી આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:ટ્રેન સંખ્યા 09562/09561 ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (10 ફેરા)ટ્રેન સંખ્યા 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.