મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર 09078/09077 ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [4 ફેરા]ટ્રેન નંબર 09078 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે 8-20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 16 અને 19 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09077 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે 21-20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 16-45 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 14 અને 17 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે.આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09078/09077 માટેનું બુકિંગ 3 ઓગસ્ટ, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.