હળવદ : હળવદ શહેરમાં પોલીસે આજે ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરીને ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો ઉપર તવાઈ ઉતારી હતી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. હળવદમાં આજે પોલીસે ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી સરા ચોકડી પાસે ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા વાહન ચાલકો, ઓછી ઉંમરના બાળકો વાહન ચાલવીને નીકળ્યા હોય, બાઇકમાં ત્રણ સવારી હોય, જોખની રીતે વાહન ચલાવતા હોય તેમજ ફેન્સી નંબર પ્લેટો લગાવી હોય તેવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. હળવદના પીઆઇ ઢોલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના મહિપતસિંહ સહિતના પોલીસ જવાનો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ઘોઘાટિયા બુલેટ ચાલકો અને નંબર પ્લેટમાં અન્ય લખાણો હોય તેની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.