વાંકાનેર : દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમમાં વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહ ઝાલાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી વિશેષ આમંત્રણ મળતા તેઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ જોઈએ તો મંદિરનું અંદાજે 1470માં નિર્માણ થયું હતું. 14મી સદીથી 16મી સદી દરમ્યાન મુઘલ શાસકો દ્વારા મંદિર પર અનેક આક્રમણો કરી, તે જગ્યા એ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1777થી 1780 માં રાણી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનો જીણોદ્ધાર કરી પુનઃ નિર્માણ કર્યું હતું. અને 18 મી સદીમાં મહારાજા રણજીતસિંહ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરનું સુવર્ણથી ગુંબજ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વર્ષો પછી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ ધામનો જીર્ણોદ્ધાર થયો. વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ આશરે 900 કરોડનાં ખર્ચે મંદિરનું નિર્માણ થયું. ગત તા.13ને સોમવારનાં રોજ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે હાલ ઉત્તરપ્રદેશ સ્થિત કાશી વિશ્વનાથ ધામ ખાતે દિવાળી જેવો માહોલ છે. કાશી વિશ્વનાથ ધામના કોરિડોરના વડાપ્રધાનના હસ્તે લોકાર્પણના કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાંથી વડાપ્રધાન તરફથી વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહ ઝાલાને મોકલવામાં આવી હતી. આથી, તેઓ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..