મોરબી : ચાલુ ચોમાસાની સીઝનમાં મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. બીજી તરફ, મોરબી અને આસપાસના વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડવાને કારણે કેટલાક ડેમોમાં હજુ પણ પાણીની અછત જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને સંતુલિત કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા એક સરાહનીય અને ખાસ પહેલ કરવામાં આવી છે.પાણીની ઘટ ધરાવતા ડેમોને ભરવાની કામગીરીસિંચાઈ વિભાગે મચ્છુ 2 ડેમમાંથી નદીમાં છોડાતા પાણીનો જથ્થો ઘટાડીને, તે વધારાનું પાણી અન્ય ખાલી ડેમોમાં વાળવાનો નિર્ણય લીધો છે. હાલમાં મચ્છુ 2 ડેમમાંથી મોરબી જિલ્લાના ડેમી, બંગાવડી, ખોડાપીપળ તેમજ રાજકોટના આજી 3 જેવા ડેમોમાં પાણીનો સપ્લાય ચાલુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાણીની ઘટ ધરાવતા ડેમો ભરાશે અને નદીમાં પૂરનો ખતરો પણ ઘટશે.સાંજે 7 વાગ્યાની મચ્છુ 2 ડેમની સ્થિતિ:પાણીની કુલ આવક: 1875 ક્યુસેકનદીમાં ગેટ દ્વારા જાવક: 1295 ક્યુસેક (1 ગેટ 2 ફૂટ ઓપન)ઘટ ધરાવતા ડેમોમાં સપ્લાય: 580 ક્યુસેક#Morbi #MorbiUpdate #Machhu2Dam #IrrigationDepartment #WaterManagement #MorbiNews #GujaratMonsoon #Rajkot #Aji3Dam #DemiDam