મોરબી : મોરબી જિલ્લામાં આન બાન અને શાન સાથે 15મી ઓગષ્ટની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સરકારી તંત્ર અને સરકારી વિભાગોની સાથે જિલ્લામાં વિવિધ શાળા, કોલેજો, સંસ્થા, મંદિરો અને કંપનીઓમાં સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મોરબી વિ.હિ.પ અને બજરંગદળ દ્વારા ધ્વજવંદન કરાયું મોરબીના વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી જિલ્લાની ટીમના માર્ગદર્શન હેઠળ શહેરની ટીમ દ્વારા સબ જેલ ચોક, શિવાજી સર્કલ પાસે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. મોરબી સ્ટાર આરકેડ કોમ્પ્લેક્ષ પરિવાર દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો આજરોજ સ્વતંત્રતા દિવસ નિમિતે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્ટાર આરકેડ કોમ્પ્લેક્ષ પરિવાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમજ રાષ્ટ્રગાન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધરમપુર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલબેગનું વિતરણ મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામની પ્રાથમિક શાળામા સ્વાતંત્ર્ય પર્વે આજે પૃથ્વી સ્ટોન દ્વારા રૂપિયા 32 હજારના ખર્ચે તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી. આ તકે પૃથ્વી સ્ટોનના રક્ષિતભાઈ હળવદિયા, જસમીન હળવદિયા, બીપીનભાઈ કાસુન્દ્રા સહિતના લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે અંકિતભાઈ વાલેરાએ તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. શાળા પરિવારે આ તકે તમામ દાતાઓનો આભાર માન્યો હતો. મોરબીના સરસ્વતી શિશુ મંદિરે નિવૃત્ત સૈનિકોની ઉપસ્થિતીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી મોરબી : મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે મોરબીની શાન એવા મોરબીના નિવૃત્ત સૈનિકો તથા તેમના પ્રમુખ અશોક સિંહ ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. તેમણે આ કાર્યક્રમ નિમિત્તે આઝાદીના ઘડવૈયા વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હમ ભારતમાંકી સંતાને માતૃભૂમિ હિત જીતે હૈ.... દેશભક્તિને ઉજાગર કરતું ગીત રજૂ થયું હતું સૈનિક ભાઈઓને પુરસ્કાર આપ્યા બાદ ધોરણ ૮ની વિદ્યાર્થી મહેક કાવર દ્વારા પોતાના પ્રિય પાત્ર ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર પટેલની વાત રજૂ કરાઈ હતી. એક સૈનિક ભાઈએ દ્વારા દેશભક્તિ વિશે વક્તવ્ય રજૂ થયું હતું. ધોરણ ૭ની વિદ્યાર્થી વિશ્વાબેન ઉભડિયા દ્વારા સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ પર ગીત રજૂ થયું. હતું. વિદ્યાલયના વ્યવસ્થાપક પરેશભાઈ મોરડીયાએ ભવિષ્યની ટેકનીક વિશે વાત રજૂ કરી અંતે માધ્યમિકના વ્યવસ્થાપક વિજયભાઈ ગઢીયાએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે આખા કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું. મોરબીના ભડિયાદ ગામે તિરંગા યાત્રા યોજાઈ મોરબી : મોરબીમાં આજે આઝાદી કા અમૃત પર્વની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે.ત્યારે આજે આઝાદી કા અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીના ભડિયાદ ગામે તિરંગા યાત્રા યોજાઈ હતી અને દેશની આઝાદીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના શોભેશ્ર્વર મંદિરે મહાદેવને ફૂલો રૂપે તિરંગાની અદભુત સજાવટ મોરબી : મોરબીમાં આઝાદી કા અમૃત પર્વની ઉજવણીમાં હાલ શ્રાવણ માસમાં ભગવાન શિવ પણ રંગાયા હતા. જેમાં મોરબીના શોભેશ્ર્વર મંદિરે મહાદેવને ફૂલો રૂપે તિરંગાની સજાવટ કરવામાં આવી હતી અને તિરંગા સાથે અદભુત રોશની કરીને દેશભક્તિનું વાતાવરણ ઉભું કરાયું હતું અને તેમજ શોભેશ્ર્વર મંદિર ઉપર રાષ્ટ્ધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી. બરવાળા સરસ્વતી ભગવતી હાઇસ્કુલમાં ધ્વજવંદન કરાયું મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે પટેલના હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે તેમના પ્રવચનમાં જણાવેલ કે આજનો બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે એ દેશની આઝાદી માટે આપણા પૂર્વજોએ એકતા અને અખંડિતતા માટે શહીદ થયેલ છે. તેમને આજના દિવસે યાદ કરી દેશની આઝાદી નું જતન કરવા આપણે સાથે મળી દેશની એકતા અને અખંડિતાને બનાવી રાખીએ.આજના દિવસે આપણે સંકલ્પ લઈએ આજ દિવસના આ કાર્યક્રમમાં હાઇસ્કુલના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસના ગામના લોકો હાજર રહી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલ હતી. ઘીયાવડ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ ઘીયાવડ પ્રાથમિક શાળામાં શિક્ષક નમ્રતાબા પરમાર તરફથી ધોરણ 1થી 8ની 100 કન્યાઓને કાળી રીબીનની ભેટ વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આપવામાં આવી હતી. સાથે જ મનહરબેન નારણભાઈ બારોટ તરફથી શાળાના 169 બાળકોને પૌંઆબટેટાનું ભોજન શ્રાવણ માસ નિમિતે કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત, આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી શાળા કક્ષાના કલા મહોત્સવમાં સંગીત ગાયન, ચિત્ર, બાલકવિ સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતાઓ, હર ઘર તિરંગા અન્વયે નિબંધ, વકતૃત્વ, ઝંડા ક્રાફટિંગ સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા 'હર ઘર તિરંગા' અંતર્ગત જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. વધુમાં, શાળાના શિક્ષક મીરલબેન, નિરાલીબેન અને કવિતાબેન દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સિંહ સંરક્ષણ વિષયક ચર્ચા, સૂત્રોચ્ચાર, પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવેલ હતું. ઉપરાંત રક્ષાબંધન નિમિતે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ 'રાખડી સ્પર્ધા'માં ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં ધોરણ દીઠ પ્રથમ ક્રમે વિજેતા થનારને શિક્ષક નમ્રતાબાના પ્રયત્નોથી દાતા વિપુલકુમાર રૂપારેલ (પ્રિયા હેંડીક્રાફ્ટ, રાજકોટ) તરફથી હેંડીક્રાફટના તોરણ ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા. 76માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સરપંચ બટુકસિંહ ઝાલાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ હતો. બહોળી સંખ્યામાં વાલીઓ વાલી સંમેલનમા હાજર રહ્યા હતા. વિદ્યાર્થીની નિધિબા, ધરતીબા, સૃષ્ટિબા, કિંજલ, સુમિતા, કિરણ, આકાશી, બંસી એ દેશભક્તિ અભિનય ગીત રજૂ કર્યા હતા. જે બધી કન્યાઓને શિક્ષક નમ્રતાબા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે. લખધીરનગર (નવાગામ) ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી...