તારીખ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ વિશેષ ડ્રાઈવનું આયોજનમોરબી : રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક એસ. કે. બુનકરની મોરબી મુલાકાત દરમિયાન તારીખ 27 અને 28 ફેબ્રુઆરી એમ 2 બે દિવસના ગાળા દરમિયાન મોરબી, માળિયા, દહીંસરા અને જેતપર પોસ્ટ ઓફિસની તેમજ તમામ ગામડા સહિતની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાના ખાતાઓ ખોલવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતું, ફિક્સ ડેપોઝીટ, પબ્લીક પ્રોવિડન્ટ ખાતું, માસિક આવક સ્કીમ, સિનિયર સિટીઝન ખાતું, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, નાની બાળકી માટે સુકન્યા ખાતું ખોલવા માટે વિશેષ ડ્રાઈવ યોજાનાર છે. તો તમામ જનતાને આ પોસ્ટ ઓફિસની સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.