મોરબી : મોરબી શહેર માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ આવતીકાલે તારીખ 12ને રવિવારે યોજાનાર છે. કોવીડ-19 (ઓમીક્રોન)ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતીકાલ તારીખ 12ને રવિવારનાં રોજ સવારના 7 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી મોરબી શહેરમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરીકો માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે. જેમાં મોરબી શહેરમાં દરેક વોર્ડમાં વોર્ડવાઈઝ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે. તો મોરબી શહેરના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજા ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકોને તારીખ 12ને રવિવારનાં રોજ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવમાં નજીકના કોરોના રસીકરણની સેસન સાઈટ ઉપર જઈને કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત, આરોગ્ય સમિતિનાં ચેરમેન હીરાભાઈ ટમારીયા તથા ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. ડી. વી. બાવરવા તેમજ જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયાએ મોરબી જીલ્લાનાં કોરોના રસીકરણનાં તમામ લાભાર્થીઓને યાદીમાં અપીલ કરેલ છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં તારીખ 12ને રવિવારનાં રોજ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ માટે આયોજન કરેલ સેસન સાઈટોની યાદી આ લિંક પર જોઈ શકાશે. 12-12-21 Special Drive મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..