રીક્ષા ચાલકોની ગેરશિસ્તની ઉઠેલી ફરિયાદોને પગલે જિલ્લામાં અનેક સ્થળોએ પોલીસે ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી https://youtu.be/7Qqbe4e2pI0મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે રિક્ષાઓ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. આ ડ્રાઇવમાં નિયમ ભંગ બદલ 25થી વધુ રીક્ષા ડિટેઇન પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના નગરોમાં રીક્ષા ચાલકોની ગેરશિસ્તના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી હોય તેવી રેન્જ આઈજીના લોક દરબારમાં ફરિયાદો ઉઠી હતી. પરિણામે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા દ્વારા આજે મોરબી શહેરના રામ ચોક, નહેરૂગેટ ચોક તેમજ સામાકાંઠે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આવી જ રીતે જિલ્લાના અન્ય નગરોમાં પણ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. મોરબી શહેરની ટ્રાફિક ડ્રાઇવ વિશે માહિતી આપતા ટ્રાફિક પીઆઇ છાસિયાએ જણાવ્યું હતું કે આજે રીક્ષા ચાલકો માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રિક્ષાના માલિકીના પુરાવા ન હોય તેવી અંદાજે 25થી વધુ રીક્ષા ડિટેઇન કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ પણ આપવામાં આવી હતી.રબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news