18 જુલાઈના રોજ ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાશે: કાંતિભાઈ અમૃતિયા અને અશ્વિન જીવાણી ઉપસ્થિત રહેશેમોરબી : મોરબીના મકનસર ખાતે આવેલ પાંજરાપોળના આયોજનથી પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન અને ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે એક વિશેષ ચર્ચા સભા, વક્તવ્ય અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા ઉત્થાન, ગૌ સંવર્ધન અને ગૌ ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભર ગૌશાળા' રાખવામાં આવ્યો છે. જેમાં ગૌશાળાને એક ઉદ્યોગની દ્રષ્ટિએ વિકસાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય વક્તા તરીકે ગૌ વિશ્વવિદ્યાપીઠમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, 'સક્ષમ'ના પ્રાંત ઉપાધ્યક્ષ અને NCERT મેમ્બર અશ્વિન જીવાણી ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરૂં પાડશે.આ કાર્યક્રમ આગામી તારીખ 18/07/2026 ને શનિવારના રોજ બપોરે 3 થી સાંજના 7 કલાક દરમિયાન મોરબી પાંજરાપોળ (મકનસર) ખાતે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે મળીને ગૌ માતાના સાનિધ્યમાં સ્વરૂચી ભોજન લેશે. મોરબી પાંજરાપોળ ગૌશાળા મકનસરના ચેરમેન તથા સર્વે ટ્રસ્ટીઓ દ્વારા તમામ ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Panjrapole #Makansar #Gaushala #NaturalFarming #CowProtection #MorbiNews #GujaratNews