મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ આયોજન મોરબી : આગામી તા. 25ને રવિવારના રોજ મોરબી જિલ્લાના વેપારીઓ, ધંધાર્થીઓ અને વ્યવસાયીઓ માટે સ્પેશિયલ કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર વાણિજિયક એકમો સાથે સંકળાયેલ વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ સુનિશ્ચિત થઇ શકે તે અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્થાઓ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ્સ, અઠવાડીક ગુજરી બજાર હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓને કોવિડ રસીકરણ સમયસર થઈ શકે તેવા હેતુથી મોરબી જીલ્લામાં જુદા-જુદા સેન્ટરો ખાતે તારીખ ૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારનાં રોજ સ્પેશિયલ કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પેશિયલ કેમ્પમાં ૧૮ વર્ષથી ઉપરની વય જૂથ ધરાવતા હોય અને કોવિડ રસીકરણમાં બાકી હોય તે તમામ વ્યકિતઓ આ રસીકરણ કેમ્પમાં લાભ લઇ શકશે. વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે અને જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી SMS દ્વારા સમય સ્થળ-તારીખનો સ્લોટ મેળવેલ હશે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..