LTV વિઝા રિન્યુઅલ અને ભારતીય નાગરિકત્વની કામગીરી સ્થળ પર જ કરવામાં આવશેમોરબી: મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને LTV (લોંગ ટર્મ વિઝા) ધરાવતા પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ સુવિધા આપતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ આવતીકાલે તારીખ 1 ઓગસ્ટ, 2026 ને શનિવારે બપોરે 12:00 કલાકે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મકનસર વિસ્તારના LTV વિઝા ધારક નાગરિકોના વિઝા રિન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સિટિઝનશિપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર જ હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ LTV ધારકોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #Makansar #LTVCamp #Citizenship #MorbiNews #GujaratNews