સાડી મેલી હોવાથી થોડી દુર ફેકી દિધાં બાદ બાળકોએ રમતા રમતા સાડી ખોલી તો રુપિયા નિકળ્યા હળવદ : હળવદના જુના ધનાળા ગામે ઉકરડામાંથી અંદાજે દોઢ લાખ મળ્યા હતા.જો કે પહેલા સાડી મેલી હોવાથી થોડી દુર ફેકી દિધાં બાદ બાળકોએ રમતા રમતા સાડી ખોલી તો રુપિયા નિકળ્યા હતા.આ રીતે રૂ.2 હજાર અને 500ની દરની નોટોવાળા રૂપિયા મળતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ધનાળા ગામે છાણીયા ખાતરનો ઉકરડો આજે લોડર વડે ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાંથી એક સાડી નીકળી હતી જો કે તેને થોડે દૂર ફેંકી દીધી હતી બાદમાં તેમાં રહેલી રૂપિયા 2000 ની અને 500 ની નોટો ઊડતી હોવાનું બાળકોના ધ્યાને આવતા રીતસરની પૈસા લેવા પડાં પડી થઈ હતી. જોકે લોકો જેટલા હાથ લાગ્યા એટલા રૂપિયા લઈ ગયા હતા. તો બીજી તરફ વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે ગામના ઉકરડામાં સાડીમાં વીટોળી કોને અંદાજે રૂપિયા દોઢ એક લાખ જેટલી રકમ સંતાડી હતી.? હાલ જે રૂપિયા મળી આવ્યા છે તેમાં મોટાભાગની નોટો કટાઈ ગઈ હોય અને ઘણી નોટો તો ફાટી પણ ગઈ છે.