એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડનો સફળ દરોડોમોરબી : મોરબી શહેર અને જિલ્લાના સ્પાના નામે કુટણખાના ધમધમી રહ્યાનું જગજાહેર છે ત્યારે ગઈકાલે મોરબીની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે રંગપર ગામની સીમમાં દરોડો પાડી સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા બે શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં યોગી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ ગેલેક્સી વેલનેસ સ્પામા બહારથી સ્ત્રીઓ બોલાવી ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. આ બાતમીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા ગેલેક્સી વેલનેસ સ્પામાંથી કોંડમના પેકેટ, બે મોબાઈલ અને 4400 રૂપિયા રોકડા મળી આવતા આરોપી સ્પા સંચાલક ફારૂક ઇબ્રાહિમભાઈ હાણીયા રહે.હાલ મોરબી, મૂળ રહે.રાજકોટ અને મહમદહુસેન ભીખુભાઈ સંધી રહે.મોરબી વાળાની ધડપકડ કરી તાલુકા પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.