હિસાબના મનદુઃખમાં એક ભાગીદારે ઘરે આવી હુમલો કરી ભાગીદાર અને તેની માતાને ઇજા કરીહળવદ : હળવદ શહેરમાં રહેતા બે મિત્રોએ ભાગીદારીમાં ધ્રાંગધ્રા ખાતે શરૂ કરેલા સ્પામાં હિસાબની લેતી દેતી બાબતે થયેલા મનદુઃખ બાદ ભાગીદારી છૂટી કરી નાખ્યા પછી પણ નાણાકીય મુદ્દે તકરાર ચાલુ રહેતા એક ભાગીદારે બીજા ભાગીદારના ઘેર જઈ ભાગીદાર પર પુરી તળવાના જારા વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.હળવદ શહેરના સરા રોડ પર રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરુભાઈ ડાભી ઉ.30 નામના યુવકે આરોપી કિરણસિંહ દિલુભા ચૌહાણ રહે.રઘુનંદન સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, બન્નેએ ભાગીદારીમાં ધ્રાંગધ્રા ખાતે સ્પા શરૂ કર્યું હતું જેમાં હિસાબની લેતી દેતીમાં મનદુઃખ થતા ત્રણ મહિનાથી ભાગીદારી છૂટી કરી નાખી હતી.આમ છતાં આરોપી કિરણસિંહ ચૌહાણે ગત તા.9ના રોજ મોડીરાત્રે પ્રકાશભાઈના ઘેર જઇ ઝઘડો કરી પુરી તળવાના જારા વડે માર મારતા પ્રકાશભાઈના માતા કંચનબેન વચ્ચે પડતા આરોપીએ તેમને પણ માર માર્યો હતો.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.